About US

ચરણ વંદન :- શ્રીનાથજી બાવા, શ્રી યમુના મહારાણીજી તથા મહાપ્રભુજીનાં આર્શીવચનો સાથે અમો જે પ.પુ. ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, પષ્ઠપીઠાધીશ્વર પ.પુ.પા.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ, પ.પુ.ગો.૧૦૮ શ્રી મધુસુદનલાલજી મહોદય (તીલકબાવા) પ.પુ.પા.ગો.૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રી નાં આર્શીવચનો દ્વારા અમારા ભગીરથ કાર્યને પૂર્ણ કરવામાં જે વેગ મળ્યો છે તે પ્રભુકૃપા સમાન છે, અમે આ દરેક પીઠાધીશ્વરને દંડવત તથા ચરણવંદન સાથે હાર્દિક આભાર વ્યકત કરીએ છીએ.
ઉદ્દેશ ઃ- વૈષ્ણવ સમાજના તમામ બંઘુઓને પ્રેમપૂર્વક જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે આજના સમાજમાં જયારે સામાજીક મેળાવડામાં યુવક યુવતિઓ સ્ટેજ પર આવવાનું પસંદ કરતા નથી તથા મેરેજ બ્યુરો દ્વારા તેમને પુરતા પ્રમાણમાં બાયોડેટા સમકક્ષ મેળવવામાં તકલીફ પડે છે. તેમજ આજનાં યુગમાં સંયુકતપરીવારોનું પ્રમાણ ખુબજ ઓછું થઇ ગયું હોવાથી સમાજમાં એકબીજા પ્રત્યે લાગણીઓ તથા ભાઇચારાનાં અભાવે વેવિશાળનો પ્રશ્ન કે સગપણ માટેનુંકામ દરેક લગ્નોસ્તુક ઉમેદવારનાં વાલીઓ માટે ખૂબજ કઠીન થઇ ગયું છે. તેવા સમયે સેવાકીય ભાવનાથી નહી નફો નુકશાનનાં ધોરણે સેવાકીય અભિગમથી વૈષ્ણવ લગ્નોસ્તુક ઉમેદવારો માટે ‘‘શ્રી સમસ્ત વૈષ્ણવ લગ્ન પરિચય પુસ્તિકા – ૨૦૧૫-૧૬ ’’ ચર્તુથ આવૃતિ એકસક્લુઝીવ દેવદિવાળી અંક જેમાં ગુજરાત રાજયનાં તથા મુંબઇ માંથી ખુબજ ઓછા સમયમાં આશરે ૪૫૦ થી વધુ બાયોડેટા એકત્રીત કરી તમામ વૈષ્ણવ લગ્નોત્સુકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે. જે વૈષ્ણવ સમાજનાં ઉમેદવારો માટે ખુબજ ઊપયોગી તેમજ લગ્ન પરિચય સેવા સંસ્થાઓ માટે ખુબજ મદદરૂપ રહેશે. આ લગ્ન પુસ્તિકાદર વર્ષે પ્રકાશિત કરી આ સેવાનો લાભ આપવાની ભાવનાથી અમે પ્રયત્નશીલ રહીશું. (પ્રથમ અંક ૨૦૧૨ માં ૫૦૦ થી વધુ બાયોડેટા તથા દ્વિતીય અંક ૨૦૧૩ માં પણ ૫૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત થયા હતાં. તૃતીય અંક ૨૦૧૪ માં પણ ૫૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત થયા હતાં. ચોથી આવૃત્તિ ૨૦૧૫ માં આશરે ૪૦૦ થી ઉ૫૨ ડેટા હતા. પાંચમી આવૃત્તિ ૨૦૧૭ આશરે ૫૦૦ થી વધુ બાયોડેટા. છઠ્ઠી આવૃત્તિ ૨૦૧૯ માં ૬૦૦ થી વધુ બાયોડેટા તેમજ સાતમી આવૃત્તિ ૨૦૨૧ માં ૫૫૦ થી વધુ બાયોડેટા અમારા ઘ્વારા પ્રકાશિત કરવા માં આવેલ છે. આ સિવાય પણ જૈન લગ્ન પરિચય વાર્ષિક પુષ્ટિકા ની ૨૦૧૨ થી ૨૦૨૨ સુધી માં અમારા ઘ્વારા સાત આવૃત્તિઓ પ્રકાશિત કરવા માં આવી જેમાં આશરે ૪૦૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત થયા છે તેમજ ૨૦૧૫ માં ડૉક્ટર માસ્ટર સ્પેશ્યિલ આવૃત્તિ જેમાં ૧૫૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત થયા સદગુણાબેન તેમજ જયંતીલાલ ની પ્રેરણા થી ૨૦૧૨ થી ૨૦૨૨ માં અમો ઘ્વારા કુલ ૧૫ લગન પરિચય આવૃત્તિ પ્રકાશિત થઇ છે જેમાં આશરે ૮૫૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત થયા તેમજ આશરે ૧૫૦૦ થી વધુ લોકો લગનગ્રંથિ થી જોડાયા છે. અને આવનાર અમારી ૧૬ મી આવૃત્તિ સદગુણજયતે પ્રથમ લગન સંમેલન સાથે તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પ્રકાશિત થશે. જેમાં આશરે ૮૫૦ થી વધુ બાયોડેટા છે જે માટે અમો તમામ સામાજિક કાર્યકરો અમારા શુભેચ્છકો અને મુખ્ય તમામ દાતાઓ નું અમ્ભર પ્રગટ કરીયે છીએ. અશક્ય એવું આ કાર્ય તમામ ના સહકાર વગર શક્ય ના બન્યું હોત આશા રાખું ચુ ભવિષ્યમા પણ અમોને આપનો સહકાર મળી રહેશે. અમારા ઘ્વારા નહિ નફો નહિ નુકશાન ના ધોરણે શક્ય હોઈ તેટલા સારા સામાજિક કર્યો કરવાનો પ્રયત્ન ચાલુ જ રહેશે. સૌને ભાવ પૂર્વક વંદન. 2023 આવૃતિ માં આશરે 600 જેટલા ડેટા છે. જેમાંથી  130 જણના લગ્ન નક્કી  થાય છે. 2024 આવૃતિ માં આશરે 500 જેટલા ડેટા છે. જેમાંથી  100 જણના લગ્ન નક્કી  થાય છે. 
ખાસનોંધ :- દરેક યુવક યુવતિઓએ ઉમેદવારી ફોર્મમાં જે માહિતી અમને ભરીને મોકલાવેલ છે તે પ્રમાણે પુસ્તિકામાં પ્રકાશિત કરવામાં આવે છે જેની તપાસ કે ખાતરી લગ્નોત્સુક ઉમેદવારના વાલીઓએ જાતે કરવાની રહેશે. (જો માહિતી ખોટી હશે તો તેના માટે તંત્રીશ્રી જવાબદાર રહેશે નહી.) એસએમએસ દ્વારા ભુલ સુધારણાની નોંધ :- જે પણ ઉમેદવારની વિગત ભુલથી ખોટી છપાઇ હોય તો ઉમેદવારે લાગતા વળગતા પાત્રોને ખોટું અને સાચું એમ ઉમેદવાર ક્રમાંક સાથે સામેવાળા પાત્રને તેમજ તંત્રીશ્રીને એસએમએસ થી જાણ કરવા નમ્ર વિનંતી… (અમારા ત્યાં સુધારા આવૃતિ છાપવામાં આવતી નથી.)
ક્ષમાયાચના :- આ પુસ્તિકા પ્રકાશીત કરવામાં અમારાથી કોઇ ક્ષતિ રહી ગયેલ હોય તો તેના માટે ક્ષમાયાચના…..

OUR HISTORY

Pustika
0
Magazine
0
Our Clients
0
Project
0

Book Our Services & Get 20% Discount